રાજા રામ મોહનરાય
જન્મ :૨૨/૫/૧૭૭૨
અવસાન:૨૭/૯/૧૮૩૩
રાજા રામ મોહનરાય ભારતના પ્રખર સમજસુધારક હતા.તેમનો જન્મ ઇ.સ.૨૨/૫/૧૭૭૨ માં બંગાળની હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો.
તેમના મોટા ભાઇનું અવસાન થતાં તેમનાં ભાભી સતી થયાં.આ ઘટનાએ રાજા રામ મોહનરાયના મન પર ઊંડી અસર કરી.
તેમણે સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પાઇને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક દૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં હતા.
ઇ.સ. ૧૮૨૮ માં તેંણે “બ્રહ્મોસમાજ”
ની રચના કરી. તેમણે કોલકાતામાં હિંદુ કોલેજ સ્થાપી હતી.
રાજા રામમોહનરાયે વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવા, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યકિત સ્વાતંત્ર્ય આપવા,
ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા તેમજ સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવા બ્રિટિશ સરકારને ભલામણ કરી.
તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને તેની પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી.પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો.
રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો.
તેમને ભારતના સર્વાંગી સુધારાના
“પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.
તેમણે ગામની શાળામાં સંસ્કૃત અને બંગાળી ભાષાઓમાં અભ્યાસ કર્યો હતો,
જેના પછી તેમને પટના મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમણે પર્શિયન અને અરેબિક શીખ્યા હતા.
તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિન્દુ ગ્રંથોની જટિલતા જાણવા માટે કાશી ગયા.તેમણે 22 વર્ષની વયે અંગ્રેજી ભાષા શીખી હતી.
મુગલ સમ્રાટ દ્વારા તેમને 'રાજા' શીર્ષક આપવામાં આવ્યું હતું.રાજા રામ મોહન રોય ઇંગ્લેન્ડની મુસાફરી કરનાર સૌપ્રથમ શિક્ષિત ભારતીય હતા અને મોગલ બાદશાહ ના રાજદૂત બન્યાં હતાં.
દિલ્લીના મુઘલ બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયે ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા.
ઇ.સ. ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું.
તાજેતરમાં બ્રિટીશ સરકારે રાજા રામ મોહન રોયની યાદમાં બ્રિસ્ટોલની શેરી 'રાજા રામ મોહન વે' તરીકે નામ આપ્યું છે.
Raja Ram Mohanrai
Born: 7/8/18
Died: 7/8/18
Raja Ram Mohanrai was an ardent reformer of India. He was born on 7/8/18 in Radhanagar village of Hooghly district of Bengal.
After the death of his elder brother, his sister-in-law passed away. This incident had a profound effect on the mind of Raja Ram Mohanrai.
He vehemently opposed social evils such as sati, child marriage, caste system, the practice of killing a daughter by giving birth milk, etc. and agitated for it.
Is. In 19 he formed "Brahmosamaj". He established a Hindu College in Kolkata.
Raja Rammohan Roy recommended to the British government to remove the control over newspapers, to give people freedom of speech and individual freedom, to keep the judiciary separate from the executive and to recruit more Indians in government jobs.
He campaigned against the practice of sati and demanded the enactment of a law banning it. In 19, he passed a law abolishing the practice of sati.
Raja Rammohan Roy laid the foundation of India's social, religious and political renaissance in the 19th century.
To them of the overall reform of India
Considered "First Jyotirdhar".
He studied Sanskrit and Bengali in the village school,
After which he was sent to Patna where he learned Persian and Arabic.
He went to Kashi to learn the complexity of Sanskrit and Hindu scriptures like Vedas and Upanishads. He learned English at the age of 22.
Raja Ram Mohan Roy was the first educated Indian to travel to England and became the ambassador of the Mughal emperor.
The Mughal emperor of Delhi, Raja Rammohan Roy Sent to England in 180.
Is. He died in Bristol, England on the 19th.
Recently the British government named the street of Bristol as 'Raja Ram Mohan Way' in memory of Raja Ram Mohan Roy.
No comments:
Post a Comment