કાલથી સમગ્ર સૌરાષ્ટ્ર ધમધમતુ થઇ જશેઃ ચા-પાન-બીડી-હેર કટીંગ સલુન-ફરસાણ વગેરેની દુકાનો ખુલશે
રીક્ષા અને બસો શરૂ થશેઃ બજારોમાં નિયમ લાગુ પડશેઃ એક દિવસ અડધી દુકાનો તો બીજા દિવસે બીજી અડધી દુકાનો ખુલે તેવી વ્યવસ્થા રહેશે: આજથી દેશવ્યાપી લોકડાઉન ૪.૦નો અમલ શરૃઃ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સમાં થતી સમીક્ષાઃ જે બાદ છૂટછાટોની યાદી જાહેર થશેઃ પાન-માવાની દુકાનો, ચા-ફરસાણની દુકાનો, હેર કટીંગ સલુન, રેસ્ટોરન્ટની હોમ ડીલીવરી, ઓફિસો અને દુકાનો વગેરે ખોલવા મંજુરી અપાશેઃ પ્રતિબંધો માત્ર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં જ રહેશેઃ શાળા-કોલેજો, મોલ, જીમ, ધાર્મિક મેળાવડા, મંદિરો, જાહેર સમારંભ હજુ બંધ જ રહેશેઃ સાંજે ૭ થી સવારે ૭ સુધીનો કર્ફયુ પણ રહેશેઃ સાંજે ૫ ની આસપાસ દુકાનો બંધ કરવી પડશે
No comments:
Post a Comment