🌷શની વક્રી ની સમય અવધી
🔴11 મેથી 29 સપ્ટેમ્બર સુધી શનિ વક્રી: નોકરી, ધંધા અને રાશિઓ પર કેવી થશે અસર?
મકર રાશિમાં ચાલી રહેલો શનિ આજથી (11 મે) ઉલ્ટી ચાલથી ચાલી રહ્યો છે. 29 સ્પ્ટેમ્બર સુધી શનિની વક્રી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને કૃષિ કર્મ, મજૂરી, ભારે ઉદ્યોગ, મશીનરી વગેરેને પ્રભાવિત કરનારો ગ્રહ કહેવામાં આવ્યો છે. શનિ મહારાજ નોકરી-ધંધા અને મજૂરી કરનારા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તમાનમાં કોરોના વાયરસ નામની મહામારીના કારણે શનિથી પ્રભાવિત વગ્ર સર્વાધિક પ્રભાવિત થઈ રહ્યો છે. શનિની વક્રી થવાની સાથે ગુરુ પણ 14 મેથી વક્રી થઈને 13 સપ્ટેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચાલશે. ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં ધન, વિવેક, અર્થતંત્ર તથા કાયદાનો કારક ગ્રહ માનવામાં આવે છે. શનિ અને ગુરુ એકસાથે મકર રાશિમાં વક્રી થવાની કૃષિ, શ્રમ અને ઉદ્યોગ જગત સાથે સંબંધિત કાયદામાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઐતિહાસિક ફેરફાર આવી શકે છે.
No comments:
Post a Comment