Saturn curved in Capricorn from May 11th (11 મેથી શનિ મકર રાશિમાં વક્રી થયો)

🔴11 મેથી શનિ મકર રાશિમાં વક્રી થયો
                         


                           શનિના વક્રી થવાથી થોડાં લોકો માટે પરેશાનીઓ વધી શકે છે. આ સમયે ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી, મિથુન-તુલા રાશિ ઉપર શનિની ઢૈય્યા રહેશે. શનિની અશુભ અસરથી બચવા માટે શનિના મંત્રનો જાપ કરવો જોઇએ. શનિને ગ્રહોમાં ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ હાલ મકર રાશિમાં સ્થિત છે. આ કારણે ધન, મકર અને કુંભ રાશિ ઉપર સાડાસાતી છે. મિથુન અને તુલા રાશિ ઉપર ઢૈય્યા રહેશે. આ ગ્રહ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. શનિના કારણે થોડી રાશિઓ માટે સમય અશુભ રહી શકે છે. પરેશાનીઓથી બચવા માટે શનિપૂજા કરવી જોઇએ. શનિની પૂજામાં કઇ વાતોનું વિશેષ ધ્યાન રાખવું તે અહીં જાણી શકશો. શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ કરવો નહીં. તાંબૂ સૂર્યની ધાતુ છે. શનિ અને સૂર્ય એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. શનિની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઇએ. લોખંડ કે માટીનો દીવો પ્રગટાવવો. લોખંડના વાસણમાં તેલ ભરીને શનિદેવને ચઢાવવું. શનિ મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108વાર જાપ કરવો. પૂજામાં લાલ કપડું, લાલ ફળ અથવા લાલ ફૂલ શનિદેવને ચઢાવવું જોઇએ નહીં. લાલ રંગની વસ્તુઓ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. આ ગ્રહ પણ શનિનો દુશ્મન છે. શનિદેવની પૂજામાં કાળા અથવા વાદળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ રહે છે. શનિદેવને વાદળી ફૂલ ચઢાવવા જોઇએ. શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે, આ કારણે તેમની પૂજા કરતી સમયે અથવા શનિ મંત્રનો જાપ કરતી સમયે ભક્તનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઇએ. પૂજા કરનાર વ્યક્તિએ અસ્વચ્છ અવસ્થામાં શનિની પૂજા કરવી જોઇએ નહીં. ધ્યાન રાખો કે, સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. દર શનિવારે શનિદેવને કાળા તલ અને કાળા અડદ ચઢાવવાં.બધી જ 12 રાશિઓ ઉપર વક્રી શનિની અસર રહેશેઃ-
 મેષ, કર્ક, તુલા, મકર, કુંભ માટે મકર રાશિનો વક્રી શનિ પક્ષનો રહેશે. આ લોકોને સફળતા સાથે માન-સન્માન મળી શકે છે. વૃષભ, કન્યા, વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું પડશે. વક્રી શનિ વિઘ્નો વધારી શકે છે. મિથુન, સિંહ, ધન અને મીન રાશિ માટે શનિ સામાન્ય સ્થિતિમાં રહેશે. મહેનત પ્રમાણે ફળ મળશે.
#શાસ્ત્રી ચેતનભાઈ જોષી

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...