ગુજરાતના સૌરાષ્ટ્ર
ગુજરાતના સૌરાષ્ટ્રના ઉના ગામનો યુવાન માત્ર 3000 રૂપિયા લઈને મુંબઇ એક્ટર બનવા ગયો હતો, પણ આજે એ 45 વેનિટી વેનનો માલિક બની ગયો છે. કેતન રાવલ દેશના માથે હાલ સંકટ ઊભું થયું છે ત્યારે તેમણે પણ મુંબઇમાં કોરોનાના રાષ્ટ્રરક્ષક એવા પોલીસ જવાનોને વાપરવા માટે 18 વેનિટી આપી છે અને ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસને પણ જરૂર હોય તો પોલીસ જવાનો માટે વેનિટી વેન આપવાની તૈયારી બતાવી છે. લોકડાઉનમાં મહિલા પોલીસની હાલત ખૂબ ગંભીર બની જાય છે. પોલીસના પોઇન્ટથી પોલીસ સ્ટેશન એકથી બે કિલોમીટર દૂર હોય છે.
કેતન રાવલ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ લેતા જણાવે છે કે, સૌરાષ્ટ્રના ઉના ગામમાં 12 ધોરણ સુધી ભણી વડોદરાની MS યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું તે પછી એક્ટિંગ સ્કૂલમાં ભણીને માત્ર 3000 રૂપિયા લઈ ગુજરાતથી મુંબઈ એક્ટર બનવા આવ્યો હતો અને 45 વેનિટી વેનનો માલિક બની ગયો છું, ત્યારે મારી કર્મ ભૂમિ માટે કંઈક કરવાની તક મળી છે તો કરી રહ્યો છું, જરૂર પડે અને ગુજરાત પોલીસ કે ગુજરાત સરકાર કહેશે તો, મારી જન્મ ભૂમિ ગુજરાતને પણ હું મારી વેનિટીવેન સેવા માં આપવા તૈયાર છું.

No comments:
Post a Comment