આજ ગુજરાતદિન(મહારાષ્ટ્રદિન) નિમિતે એક કાવ્ય...
મારુ ગુજરાત
-------------
ગાંધીનુ ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે,
ગર્વથી હું કહી શકુ કે આ મારુ ગુજરાત છે.
હિંદુ ,મુસ્લીમ ,શીખ, ઇસાઇ રહે સૉ હળીમળી,
પારસીઓને પ્રેમે આવકાર્યા દૂધમાં સાકર ભળી,
ગુજરાતની ધરતી જાણે કો' પટોળની ભાત છે,
ગર્વથી હું કહી શકુ કે આ મારુ ગુજરાત છે.
સંગીત,સાહિત્ય કલા ક્ષેત્રે સિતારા અનેક ઝળહળે,
ખેતી વાણિજ્ય ઉદ્યોગનો વિકાસ થાય પળેપળે,
તારલા મઢેલી રાત ને સ્વર્ણિમ એનુ પ્રભાત છે,
ગર્વથી હું કહી શકુ કે આ મારુ ગુજરાત છે.
ખળખળ વહેતા નર્મદાનીર ને ગાથા ગાય ગિરનાર,
શાણા,શૂરા ને સાગરપેટા નવલા અહી નરનાર,
અંત નહી ગુજરાતની કથનીની આ શરુઆત છે,
ગર્વથી હું કહી શકુ કે આ મારુ ગુજરાત છે.
-લતા ભટ્ટ
( 'ઢીંગલી મારી રિસાણી 'બાળકાવ્ય સંગ્રહમાંથી)
No comments:
Post a Comment