આજે મધર્સ ડે.
આજે મધર્સ ડે. અંગ્રેજી પ્રણાલી પ્રમાણે આજે પોતાની જનેતાને અને વિશ્વ ની દરેક માતાઓ ને યાદ કરવાનો દિવસ છે. આ એક સારી પ્રણાલી છે જ.
પરંતુ ભારતીય પ્રણાલી પ્રમાણે વર્ષોનો દરેક દિવસ મધર્સ ડે જ છે. દરેક ભારતીય માતાઓ પોતાના બાળકોનાં બચપણમાં તેની સંભાળ રાખે છે. જ્યારે તે જ બાળકો માતા ની વૃધ્ધાવસ્થા માં તેની સંભાળ રાખે છે.
કમનસીબે હવે ના સંજોગો જુદા થયા છે, અને માં બાપો ને હવે અલગ રહેવાનો અથવા તો વૃધ્ધાશ્રમમાં જવાનો વારો આવ્યો છે. વૃદ્ધાશ્રમ એ સમાજ નું કલંક તો છે જ, પણ જરૂરીયાત પણ છે.
જો સમજુ પત્ની પોતાની સાસુને માં માને અને દરેક સાસુ પોતાની વહુ ને દિકરી માને તથા દરેક પતિ પોતાની પત્નીનાં માતા-પિતા ને આદર આપે તો જ મધર્સ ડે અને ફાધર્સ ડે ની ઉજવણી યથાર્થ ગણાય.
मातृदेवो भव:
पितृदेवो भव:
No comments:
Post a Comment