A famous painter (એક પ્રસિદ્ધ ચિત્રકાર)

એક પ્રસિદ્ધ ચિત્રકાર

એક પ્રસિદ્ધ ચિત્રકાર નાં મનમાં વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો. કેનવાસ પર પોતાની કલ્પનાને સાકાર કરતા પહેલાં તેને થયું કે હું કેટલાક લોકોના આ અંગેના વિચારો જાણું. 
સૌ પ્રથમ તેણે એક ધર્મગુરુ ને પુછ્યું: 'મહાત્મા, આપની દ્રષ્ટિએ દુનિયાંની સર્વશ્રેષ્ઠ વસ્તુ કઇ છે? મહાત્મા બોલ્યા, 'શ્રધ્ધા'
ચિત્રકારે પછી એક નવવિવાહિતા ને પુછ્યું:' તારી દ્રષ્ટિએ દુનિયામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શું છે? નવવીવાહિતા બોલી: 'પ્રેમ'. પ્રેમ સિવાય સુંદર અને આનંદમય બીજું કાંઈ નથી.
પછી સરહદ પર લડી રહેલા એક જવાન ને આજ પ્રશ્ન પૂછ્યો. જવાન કહે: 'શાંતિ'. તે જ દુનિયા ની શ્રેષ્ઠ ચીજ છે. લડાઇ તો ભારે નકામી છે.
ચિત્રકારે વિચાર્યું, તે એક એવું ચિત્ર બનાવશે, જેમાં શ્રધ્ધા, પ્રેમ અને શાંતિ એ ત્રણેય નો સંદેશો હોય.
આવા વિચારમાં તે ઘરે આવ્યો તો પત્નીએ પ્રેમથી દરવાજો ખોલ્યો, બાળકો શ્રધ્ધાથી  તેને વળગી પડ્યાં. પત્ની અને બાળકોનાં આનંદ થી પોતાને શાંતિ મળી.
પોતાનો થાક ઉતરી ગયો. અચાનક તેને થયું, જે જે વસ્તુઓ હું બહાર શોધતો હતો તે તો ઘરમાંજ છે. અને તેણે તત્કાળ ચિત્ર બનાવવાનું શરૂ કર્યું, અને તે સર્વશ્રેષ્ઠ કૃતિનું નામ આપ્યું  'ઘર'.
'જનની': પરિવાર ના સુપ્રભાત.

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...