કોડીનાર માં કોવીડ હોસ્પિટલ
કોડીનાર તાલુકાના ના ડોળાસા ગામ ની અદ્યતન સરકારી હોસ્પિટલ ને સોમવાર તા.27/7/2020 થી કોવિડ હોસ્પિટલ નો દરજ્જો ...હવે કોડીનાર ..ઉના ...અને ..ગીર ગઢડા તાલુકા ના કોરોના દર્દી ને વેરાવળ નહિ જવું પડે ..હવે ડોળાસા માં જ સારવાર ઉપલબ્ધ બનશે.ડોળાસા ના ગ્રામ જનો ને કોરોના દર્દી ઓ ની સેવા કરવાનો અવસર આવ્યો છે .જે કોઈ આ કોરોના ફંડ માં મદદ કરવા ઇચ્છતા હોય તેઓ એ આરોગ્ય કર્મચારી ઓ અંકિતભાઈ રાઠોડ અને દિલીપભાઈ મોરી નો સંપર્ક કરવા એક યાદી માં જણાવાયું છે.તેમના મોબાઈલ નંબર નીચે આપ્યા છે..સરપંચ પ્રતાપભાઈ પરમારે પણ આ તક ને અવસર ગણી આ સેવા યજ્ઞ માં મદદ રૂપ થવા અપીલ કરી છે.
🇮🇳હાલ સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણાં સમય થી આપડા ગીરસોમનાથ વિસ્તારમાં પણ કોરોનાંયે પગપેસારો કર્યો છે...
🇮🇳હાલ ગીરસોમનાથ જિલ્લા માં રોજ બરોજ અસન્ખ્ય કોરોના ના કેસો આવી રહ્યા છે... હાલ આપડી પાસે માત્ર વેરાવળ ખાતે એક કોવીડ સેન્ટર ચાલુ છે.. જેમાં દર્દીઓ ની સંખ્યા ખુબ પ્રમાણ માં વધી ગઈ છે..
🇮🇳હવે આપડે વધુ સુવિધા ની જરૂરિયાત ઉભી થવાની છે... ભવિષ્ય માં આ રોગ નો વ્યાપ વધે અને દર્દી ની સંખ્યામાં વધારો થાય તો ગ્રામ્ય લેવલે આપડે કોવિડ સેન્ટર ની જરૂરિયાત ઉભી થવાની છે...
🇮🇳તો આ બધી બાબતો નું ધ્યાન રાખી અને લોકો ને વધુ હાલાકી ભોગવવી ના પડે તે બાબત નું ધ્યાન રાખી અને ડોળાસા ગામે જે નવી સિવિલ હોસ્પિટલ નું બાંધકામ થયેલું છે તેમાં કોવીડ સેન્ટર તારીખ 27/07/2020 થી ચાલુ થવા જઈ રહ્યું છે...જે આપડા માટે રાહત ના સમાચાર છે..
🇮🇳હાલ સરકાર ને લોકોના સાથ અને સહકાર ની જરૂરિયાત હોય અને આર્થિક રીતે પણ લોકો સરકાર ને મદદ થાય અને એક દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું યોગદાન આપે તે માટે ડોળાસા ખાતે જે કોવીડ સેન્ટર ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં જે દર્દી ઓ ને દાખલ કરવામાં આવે તેને બે ટાઈમ નું ભોજન અને બે ટાઈમ ચા આપી શકે તેવા દાતાની
જરૂરિયાત છે..
🇮🇳તો જે દાતા શ્રી આ અમૂલ્ય તક નો લાભ લેવા માંગતા હોય અને એક સેવાકીય રાષ્ટ્ર ભક્તિ પ્રવૃત્તિ માં જોડાવા માંગતા હોય તે નીચે ના નંબર પર વહેલી તકે સંપર્ક કરે
🇮🇳તારીખ 27/07/2020 થી ડોળાસા ની આજુબાજુ ના તમામ ગામોના કોરોના ના દર્દી ને ડોળાસા સરકારી હોસ્પિટલ માં વિનામૂલ્યે સારવાર આપવાનું કાર્ય શરુ થવા જઈ રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બની દેશહિત અને રાષ્ટ્ર નિર્માણ ની પ્રવૃત્તિ માં જોડાય તેવી આપ સર્વે મિત્રો ને નમ્ર વિનંતિ..
🇮🇳જે કોઈ ભાયો બેનો આ ભગીરથ કાર્ય માં પોતાનું યોગદાન આપવા માંગતા હોય તે નીચેના નંબર પર સંપર્ક કરે..
🇮🇳સારવાર લેતા દર્દી ઓ ને બે ટાઈમ ભોજન અને બે ટાઈમ ચા ની વ્યવસ્થા માટે.... 🙏🙏🙏🙏🙏🙏🙏
💐અંકિત બી. રાઠોડ ( આરોગ્ય કાર્યકર ડોળાસા )
ગામ : ડોળાસા
મોબાઇલ નંબર :9228091791
7434856917
💐દિલીપ એન મોરી (આરોગ્ય કાર્યકર ડોળાસા )
ગામ :ડોળાસા
મોબાઈલ :9277405028
No comments:
Post a Comment