કુંવરબાઈ નું મામેરું ઓનલાઈન અરજી
મિત્રો હવે આપણે ઘરે બેઠા ઓનલાઈન કુંવરબાઈ ના મામેરા માટે ની અરજી કરી શકીએ છીએ તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી આ પ્રમાણે હોવી જોઈએ.
પાત્રતાના માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તારમાં માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવશે.
- સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓને લગ્ન પ્રસંગે તથા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યા ના નામે રૂ.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોઈ છે.
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાના પિતાનું /વાલીનું આધારકાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકનો જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યના પિતા / વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- અરજદારનો રહેણાંકનો પુરાવો ( વીજળી બીલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ ની નકલ)
- કન્યાનો જન્મ તારીખનો પુરાવો
- યુવકનો જન્મ તારીખનો પુરાવો
- લગ્ન કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક / રદ કરેલ ચેક ( યુવતીના નામનું )
- કન્યાનો ફોટો
ઓનલાઈન અરજી કરવામાટે નીચેની લીંક પર ક્લિક કરો
ઉપરની લીંકખોલી અરજદાર ના યુજર પાસવર્ડ ક્રિયેટ કરવા
ત્યારબાદ
કુંવરબાઈ મામેરું યોજના ઉપર ક્લિક કરવું અને ઓનલાઈન અરજી સબમિટ કરાવી .
very important
ReplyDelete